Blogger Widgets

Saturday, January 5, 2013

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !


શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો !
પણકોલેજની સ્વૈરવિહારી જીંદગી ક્યાં ગઈ ?
ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો,
પણઆનંદમાં ઘટાડો કેમ થયો ?
થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા,
પણતે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા ?
સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા,
પણખાવાની ભૂખ કેમ ઘટી ગઈ ?
રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !
કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલટાંકી આજકાલ ફૂલ થઈ ગઈ
પણફરવાની જગ્યાઓ કેમ ખૂટી પડી ?
ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું
પણતે પહોંચની બહાર કેમ થઈ ગઈ ?
મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું
પણકોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ?
જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ
પણએંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ?
એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું
પણતેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ?
કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું
પણશા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ?
રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !
- અજય પટેલ

No comments:

Post a Comment

thank you