Blogger Widgets

Saturday, January 5, 2013

લખાવો મને !


વાપરો કળને બનાવો મને !
લાશ છું હુંબસ તરાવો મને!
એમ બનતી હોય જો આ ગઝલ,
લો કલમકાગળલખાવો મને !
સત્ય કહેવું જોગુનો હોય તો,
લો શુળીએ પણ ચઢાવો મને.
જિંદગીએ બહુ રડાવ્યો મને,
હું ભૂલ્યો હસવુંહસાવો મને.
સાદગીમાં જિંદગી થઇ પુરી,
ના હવે દોસ્તો સજાવો મને.
રાકેશઠક્કર

No comments:

Post a Comment

thank you