Blogger Widgets

Saturday, January 5, 2013

પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ


દાઝે ભરેલાને કડ્વા વેણ લારે લોલ
એથી છુટી તેની જીભડી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
પિયરમાએ પ્રેમ તણી પૂતળી રે લોલ
સાસરીએ જૂદેરી એની જાત રે
પતનીની જોડ કાંઇ નહી જડેરે લોલ
અગન ભરેલ એની આંખડી રે લોલ
વડ્કા ભરેલાં એના વેણ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
જીવ છપનીયો દુકાળ્રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
ભાઇઓને બહેન એનાં દોહ્યલા રે લોલ
સાસુએ સિંચેલ એની સોડ્યરે
પતનીની જોડ કાંઇ નહી જડેરે લોલ
રીમોટ આધાર એની આંગળી રે લોલ
કાળજા માંકૈંક ભરી દાઝ
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
ચિત્તડું પિયર એનું ચાકડે રે લોલ
પિયરે જોડેલ એના ફોન રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
જીભે બડ્બડ રોજ બબડ્તી રે લોલ
બોલતા ખૂટે ન એની લવારી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
પતિનેએ હશે ધ્રૂજાવતી રે લોલ
ભવો ભવન મળે આવી બાયરે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
નયનો નીર તો વધે ઘટે રે લોલ
સરખોએ આસુનો પ્રવાહ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
વરસે ઘડીક વ્હેમ વાદળી રે લોલ
લાડીનો વહેમ બારેમાસ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
ઢળતી ચહેરે દીસે રોશની રે લોલ
એની નહિ ટુકાયટી પટા પરે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
 જયકાંતજાની – (પ્રતિકાવ્ય)

No comments:

Post a Comment

thank you