Blogger Widgets

Sunday, January 27, 2013

સાજન મારો સપનાં જોતો


સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠીતી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો 
મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો  …
સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો 
- મૂકેશ જોષી

No comments:

Post a Comment

thank you