Blogger Widgets

Friday, January 4, 2013

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં


એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણીમેં લીધો છે વહાલમાં.0
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજ કાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલકરત બોલ ચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉંછું એનું નામ હવે બોલ ચાલમાં.
લયપણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિન સમાન જમાનાની ચાલમાં.
મુજ પરિસતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એના કહીને સહેજમાં છૂટી ગયા મરીઝ’,
કરવી નજોઈતીતી ઉતાવળ સવાલમાં.
-‘મરીઝ

No comments:

Post a Comment

thank you