મારી માટે તો આખુ ભ્રહ્માંડ છો તમે,
જાણુ છું કે ચમનમા મૃગજળ છો તમે,
ઈશ્વર પણ કરી ડોકીયુ જોતો હતો,
પ્રકૃતિની આખરી નિશાની છો તમે;
અમાસમાં ઉજાસનો જે પ્રશ્ન છે,
આ પ્રશ્નનો સાચો ઉત્તર છો તમે;
આમ નજરોથી તીર ના મારો,
દિલના કૃર અને નિષ્ણાત શિકારી છો તમે;
મહેફિલમા ભીડ કાલે ઘણી વધારે હતી;
છાપામાં છપાયુ છે કે ત્યા ગયાં છો તમે;
પ્રેમ પ્રતીકોનુ સર્વે કરાવ્યું તો,
તાજમહલ પે'લાનુ નામ છો તમે;
ઘણા દિવસ પછી ચૈનની નીંદર મળી,
આ એજ સ્થળ છે જ્યાં સાથ છો તમે;
અમીરોનો ડર હવે લાગે છે મને,
કારણ છે કોહિનુર કરતા વધારે અમુલ્ય છો તમે;
મૈખાનામા ક્યાં મળે છે આવી શરાબ,
પીધા પછી ઉતરે નહિ એવી મદીરાનો જામ છો તમે;
જીવ જોયતો હોય તો લઈ લો ક્યાં ના છે મારી,
ખુશી છે મળ્યું મને અહીં તે સ્વર્ગ છો તમે;
ઈલાજ તો કરવો જ પડશે તમારે, દર્દીઓ ઘણાં છે,પ્રેમ રોગના,
બિમારીનું કારણય છો તમે દવાય છો તમે;
ભાલમાં ચાંલો ને પહેરવેશ શાડી,
ને અદાઓથી સ્પષ્ટ છે,કે ગુજરાતણ છો તમે;
કહી દવ છું પહેલેથી જ,કે કોણ છો તમે ?
જો 'દક્ષેશ' ખોળીયું છે તો પ્રાણ છો તમે.
© --દક્ષેશ પ્રજાપતિ--