Blogger Widgets

Sunday, January 27, 2013

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે


મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચેજ લાગેછે કે તારું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
- ‘મરીઝ

No comments:

Post a Comment

thank you