Blogger Widgets

Saturday, January 5, 2013

હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!


હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!
જીવનનો ગર્જ તો સાગર ઘણો ગંભીર લાગે છે!
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!
જુઓ કિરણો વિખેરાયાંને ગુંજનગી તરેલાયાં!
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!
મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવીલે!
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!
ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!
યુગો અગણિત ભલેવી તેમને એની નથી પરવા!
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!
મને એવા રૂપાળા ઘાવ દુનિયા એ કર્યા અર્પણ-
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!
જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!
તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!
-
મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!!
-’શેખાદમ આબુવાલા

No comments:

Post a Comment

thank you