Blogger Widgets

Wednesday, May 29, 2013

તોફાની ટપુંને ચોકલેટ ઘણીય ભાવે, એકલો એકલો ખાય, ન મિત્રો ખવરાવે; દાતમાં દુ:ખે એવું દાદાને જણાવ્યુ , ને પછી દાદાએ,દાતના દાક્તરને બતાવ્યું; દાક્તર સાહેબના હાથમાં હતી મોટી સોઈ; ઈન્જેક્સન જોઈ, પછી ટપું પડ્યો રોઇ, દાદા એને છાનો રાખી સમજાવી આ વાત; બેટા બહુ ચોકલેટ ખાવાથી,સડી જાય દાત, સાંતીથી સૌનુ ટપુએ સાંભળ્યુ સુચન; રોજ એક જ ચોકલેટ ખાવાની આપ્યું વચન. ---દક્ષેશ પ્રજાપતિ "દિપ"
તણાય જવાશે,આંખોમાં તલાતુમ આવે, ખામોસ જહેનના તાર જોઇ.રોવાનુ આવે; ખુદની લાશને ઉચકી,ચાલતો જાઉ છું, છતાંય તું બેવફા કહે,તો રોવાનુ આવે; ઉલ્ફતની વાદળી વરસશે,આગાહી થાય, હવામાનખાતુ ખોટુ પડે,તો રોવાનુ આવે; મોહબ્બત-એ-સફરમાં અગર કોઇ ગામમાં, તને રોતી જોઇ,મને પણ રોવાનું આવે; મળવા આવુ બામ પરને,તુ રૂમમાં રહે, મોકો આવો પણ ના રહે,તો રોવાનું આવે; આંખોમાં આંસુય વેરાન થઇ ગ્યા છે મારે, હાથથી લુંછનાર હોય તો ભલે રોવાનું આવે; સાચી રાહે પણ,કોઇ મકામ ન મળે પછી,"દિપ"નશીબના નશીબ પર રોવાનું આવે. -દક્ષેશ પ્રજાપતિ "દિપ"

Friday, May 24, 2013

સુરા વીના સાકી મારી જાત અધુરી, ફરી આજ કાલની બધી વાત અધુરી; ના હોય મતીમાં ધ્યાન,ક્ષણના ટેરવે, સવારમાં ઝુલ્ફો હટીને, રાત અધુરી; મહેફીલ આથી કે સ્વાર્થી દોસ્તીનોછું, ગેરહાજરી મિત્ર તારી,સૌગાત અધુરી; ટકશે કેમ?કોઈકને યકીન ના રહ્યો, શંકા છે, નહોતી રાખી ખાત અધુરી; પાલવ સાવ કોરો?કાજળ જો પ્રસર્યુ, સૌ 'દિપ'ના જનાજે,બારાત અધુરી. -દક્ષેશ પ્રજાપતિ
તાંબુ થઇ સોનામાં ભળતા રહે છે, કહે છે હક મારો,ને લડતા રહે છે; નિશાન રાખી,ફિક્સીગથી પટારી, સટ્ટો રમી,જેબ એ ભરતા રહે છે; ગમના મર્ઝની દવા ગાલે ભરાવી, પાછળથી જીંદગીમાં સડતા રહે છે; આદતથી પ્રેમમાં મારા ભંગ પડાવી, સાચે ખોટે વિધાતા નડતા રહે છે. -દક્ષેશ પ્રજાપતિ

Friday, May 17, 2013

ટીપામાં કૈક સાગર શોધું,


ટીપામાં કૈક સાગર શોધું,
 ફરેબમાં કૈક ઈમાન શોધું;
નૈણ જખ્મ કાજે ન પીએ,
મૈખાને એવો આશિક શોધું;
નામ તારું  લખ્યું ન હોય,
તેવા કાગળે રક્તકણ શોધું,
સુખના આંસુ તો જોયા ઘણા,
વેદનાના આંસુઓમાં સુખ શોધું;
વિશ્વાસ સમા નક્કર બંધનમાં,
પડી ક્યાં એ તિરાડ શોધું.
-દક્ષેશ પ્રજાપતિ  

Wednesday, May 8, 2013

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

- જવાહર બક્ષી
thank you