Blogger Widgets

Friday, January 4, 2013

હાથને ચીરો તો ગંગા નીકળે


હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટેએ વાત અફવા નીકળે.
બોમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.
કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે.
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.
દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તોલાવા નીકળે.
વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મી ભૂત શ્રધ્ધા નીકળે.
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હર એક રસ્તા નીકળે.
રનીરંત રમેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળાની કળે.
- રમેશપારેખ

No comments:

Post a Comment

thank you