Blogger Widgets

Thursday, January 3, 2013

એમની આંખમાં મઢેલું છે


એમની આંખમાં મઢેલું છે
એક સપનું મને જડેલું છે.
આમ દેખાય છે સાવ સીધું મન
છેક ઊંડે જુઓ, વળેલું છે.
બંધ આંખોમાં બે સૂરજ જેવું
એક આખું જગત ભરેલું છે.
થર થરે છે બિચારું સુખ એનું
જોઈને મારું મન ડરેલું છે.
દોડશે હુંને મારો પડછાયો
એજ જોવાનું, કોણ પહેલું છે.
-મનહરમોદી

No comments:

Post a Comment

thank you