Blogger Widgets

Wednesday, May 29, 2013

તોફાની ટપુંને ચોકલેટ ઘણીય ભાવે, એકલો એકલો ખાય, ન મિત્રો ખવરાવે; દાતમાં દુ:ખે એવું દાદાને જણાવ્યુ , ને પછી દાદાએ,દાતના દાક્તરને બતાવ્યું; દાક્તર સાહેબના હાથમાં હતી મોટી સોઈ; ઈન્જેક્સન જોઈ, પછી ટપું પડ્યો રોઇ, દાદા એને છાનો રાખી સમજાવી આ વાત; બેટા બહુ ચોકલેટ ખાવાથી,સડી જાય દાત, સાંતીથી સૌનુ ટપુએ સાંભળ્યુ સુચન; રોજ એક જ ચોકલેટ ખાવાની આપ્યું વચન. ---દક્ષેશ પ્રજાપતિ "દિપ"
તણાય જવાશે,આંખોમાં તલાતુમ આવે, ખામોસ જહેનના તાર જોઇ.રોવાનુ આવે; ખુદની લાશને ઉચકી,ચાલતો જાઉ છું, છતાંય તું બેવફા કહે,તો રોવાનુ આવે; ઉલ્ફતની વાદળી વરસશે,આગાહી થાય, હવામાનખાતુ ખોટુ પડે,તો રોવાનુ આવે; મોહબ્બત-એ-સફરમાં અગર કોઇ ગામમાં, તને રોતી જોઇ,મને પણ રોવાનું આવે; મળવા આવુ બામ પરને,તુ રૂમમાં રહે, મોકો આવો પણ ના રહે,તો રોવાનું આવે; આંખોમાં આંસુય વેરાન થઇ ગ્યા છે મારે, હાથથી લુંછનાર હોય તો ભલે રોવાનું આવે; સાચી રાહે પણ,કોઇ મકામ ન મળે પછી,"દિપ"નશીબના નશીબ પર રોવાનું આવે. -દક્ષેશ પ્રજાપતિ "દિપ"

Friday, May 24, 2013

સુરા વીના સાકી મારી જાત અધુરી, ફરી આજ કાલની બધી વાત અધુરી; ના હોય મતીમાં ધ્યાન,ક્ષણના ટેરવે, સવારમાં ઝુલ્ફો હટીને, રાત અધુરી; મહેફીલ આથી કે સ્વાર્થી દોસ્તીનોછું, ગેરહાજરી મિત્ર તારી,સૌગાત અધુરી; ટકશે કેમ?કોઈકને યકીન ના રહ્યો, શંકા છે, નહોતી રાખી ખાત અધુરી; પાલવ સાવ કોરો?કાજળ જો પ્રસર્યુ, સૌ 'દિપ'ના જનાજે,બારાત અધુરી. -દક્ષેશ પ્રજાપતિ
તાંબુ થઇ સોનામાં ભળતા રહે છે, કહે છે હક મારો,ને લડતા રહે છે; નિશાન રાખી,ફિક્સીગથી પટારી, સટ્ટો રમી,જેબ એ ભરતા રહે છે; ગમના મર્ઝની દવા ગાલે ભરાવી, પાછળથી જીંદગીમાં સડતા રહે છે; આદતથી પ્રેમમાં મારા ભંગ પડાવી, સાચે ખોટે વિધાતા નડતા રહે છે. -દક્ષેશ પ્રજાપતિ

Friday, May 17, 2013

ટીપામાં કૈક સાગર શોધું,


ટીપામાં કૈક સાગર શોધું,
 ફરેબમાં કૈક ઈમાન શોધું;
નૈણ જખ્મ કાજે ન પીએ,
મૈખાને એવો આશિક શોધું;
નામ તારું  લખ્યું ન હોય,
તેવા કાગળે રક્તકણ શોધું,
સુખના આંસુ તો જોયા ઘણા,
વેદનાના આંસુઓમાં સુખ શોધું;
વિશ્વાસ સમા નક્કર બંધનમાં,
પડી ક્યાં એ તિરાડ શોધું.
-દક્ષેશ પ્રજાપતિ  

Wednesday, May 8, 2013

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

- જવાહર બક્ષી

આદિલ મન્સૂરી

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?
તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
------આદિલ મન્સૂરી

અસ્તિત્વ નું શું?


ભક્તો તારી ઈબાદત છોડી દેશે,
તો ઈશ્વર તારા અસ્તિત્વ નું શું?
બધાય કામ જો યંત્રો કરવાના
તો માણસ તારા અસ્તિત્વનું શું ?
જાહેરાત પ્રેમની કરું હું ગલીયોમાં
તો શરમ તારા અસ્તિત્વનું શું ?
હરિયાળીના ભોગથી કાગળ તું હોય,
તો કલમ તારા અસ્તિત્વનું શું?
લાલ ચોળ થતું જગ આખું,
તો બાપુ તારા અસ્તિત્વનું શું ?
મંજિલ હવે વાત ભૂલી ગઈ ,
તો દક્ષેશ તારા અસ્તિત્વનું શું?

-દક્ષેશ પ્રજાપતિ

Saturday, May 4, 2013

નીંદર કોઈ તોડસો નઈ યારો


નીંદર કોઈ તોડસો નઈ યારો,
સપનામાય ઇંતજાર છે મને;
સપનું ,સપનું નહોતું રાખવું,
તુજથી તુંટ્યું ખબર છે મને;
રાતમાં હવે ખ્વાબ નું શું ?
કાયમની કસ્મકસ છે મને;
વિચારોમાં જુગ્નુંની જેમ આવે,
સ્પર્સ મહેસુસ થયો છે મને;
અફસોસ દુઃખી હતો ખ્વાબમાં;
તોય એજ જગાએ ખુસી છે મને;
મહેફીલો ગમવા લાગી છે મને,
ખ્વાબમાં પ્યાલી પીવડાવાઇ છે મને;
-દક્ષેશ પ્રજાપતિ
 

નયન બારણે મોતી



હૃદય,હૃદય પારખ
તાં પામ્યું;

તો નયન બારણે મોતી ટમ ટમ્યું

પહેલુંમાં મોડો પડ્યો ડરથી,
પછી દિલ પર નવું જખમ ખમ્યું;
કારણ વગરનું કારણ ટોપીવાળાનું,
તોય કેમ એને આખું ટોળું નમ્યું;
એવું તો થોડું કે ગુલામી કરવી,
હું ના બદલાયો એમને ના ગમ્યું;
પ્રકૃતીય સહન નઈ કરે જો ,
વ્હેમ    કે ધુમાડે ધમ ધમ્યું;
નફાખોટનો ફેર કર શેરબજારની પેઠ,
જીવન ક્યાય ગયું ને ક્યાય થમ્યું;
કોઈની મૈયતમાં રડવાય કોઈ નહિ,
કોઈની ઉજાણીમાં આખું ગામ જમ્યું,
ખુલી આંખે જોયું,મેળ્યું,ખોયું લકીર છે,
પ્રભુ તારી આ કળાએ જ જગ ભમ્યું ..

-દક્ષેશ પ્રજાપતિ
 

Tuesday, March 26, 2013

PICTURE


PICTURE


PICTURE


PICTURE


PICTURE


PICTURE


PICTURE


PICTURE


PICTURE


PICTURE


PICTURE-1


Sunday, March 24, 2013

Kabhi Kitabon Mein Phool Rakhna

Kabhi Kitabon Mein Phool Rakhna 
Kabhi Darakhton Pe Naam Likhna 
Hamein Bhi Yaad Hai Aaj Tak Wo 
Nazar Say Harf-e-Salam Likhna 
Wo Chand Chehray, Wo Behki Batein 
Sulagtay Din Thay, Sulagti Ratein 
Wo Chotay Chotay Se Kaghazon Par 
Muhabbaton Kay Payaam Likhna 
Gulab Chehron Say Dil Lagana 
Wo Chupkey Chupkey Nazar Milana 
Wo Arzu'on Kay Khwab Bun'na 
Wo Qissa-e-Na Tamaam Likhna 
Mere Nagar Ki Haseen Fizao 
Kaheen Jo Un Ka Nishan Pao 
To Poochna Ke Kahan Basay Wo 
Kahan Hai Un Ka Qayam Likhna 
Gayee Ruton Mein Rubab Apna 
Bas Ek Yeh Hi To Mashghala Tha 
Kisi Kay Chehray Ko Subah Likhna 
Kisi Kay Chehray Ko Sham Likhna

Saturday, March 23, 2013

ચાલે છે.


ઠેસ મારી વિચાર ચાલે છે,
હિચકો ના લગાર ચાલે છે.
દોસ્તસંવાદ ક્યાંક અટક્યો છે,સ્ટેજ પરઅંધકાર ચાલે છે.
જેટલા ડાળ પર ફૂલો ખીલ્યા,એટલા ડગ સવાર ચાલે છે.
તું  સગવડ કરાવ સપનાની,ઊંઘવાનું ઉધાર ચાલે છે.
આંખ સામે  આપ છોતો યે
આપનો ઇન્તઝાર ચાલે છે.
કોઈની સાથ ના બને હમણા,કોઈની સાથ પ્યાર ચાલે છે.   ----હરદ્વાર ગોસ્વામી.

છે ક્ષણો હરદ્વારની


કોઈને બે ક્ષણ કરેલા પ્યારની,
રોજ ઉઘરાણી કરી આભારની.
ખૂન થાતું કોઈનું જોવાય; પણ,
કેમ એકલતા સહીશું યારની.
ફક્ત અંધારમાં ઉકલી શકે,
કોણ વાંચે વારતા અંધારની.
નોંધપોથી થઇ ગયો તારી છતાં,
નોંધ પણ લેવાય ના સ્વીકારની.
આજ પાછો છે ગઝલનો રાજયોગ,
આજ પાછી છે ક્ષણોહરદ્વારની.
--હરદ્વાર ગોસ્વામી.

ગઝલમ શરણં ગચ્છામિ.


દોસ્ત, ધજા થઇ ગઈ પથ્થરની, ગઝલમ શરણં ગચ્છામિ,
પોલ ખુલી ગઈ સૌ ઈશ્વરની, ગઝલમ શરણં ગચ્છામિ,
આંસુને અત્તર કરવા, સપનાનો સુરમો આંજ્યો; પણ-
ઊંઘ ઉડી ગઈ છે બિસ્તરની, ગઝલમ શરણં ગચ્છામિ,
નવસો નવ્વાણું દરવાજે, તારા સ્વસ્તિક ચિતરાશે
સાંકળ વાસી દે તું ઘરની, ગઝલમ શરણં ગચ્છામિ,
કલ્પતરુના છાયાં ઓઢ્યા,તો પણ, તડકા રગરગમાં,
અઢળક પીડાઓ અંદરની, ગઝલમ શરણં ગચ્છામિ,
એકે તો ઓગળવું પડશે, કેમ સમાશું બન્ને જણ?
ગલી સાંકડી પ્રેમનગરની, ગઝલમ શરણં ગચ્છામિ,
 
-હરદ્વાર ગોસ્વામી.

એ તો


ખાસ છે તો,
શ્વાસ છે તો.
ઝંખના ઝળહળ,
રાસ છે તો.
દુર મારાથી,
પાસ છે તો.
ગઝલ વચ્ચે,
વ્યાસ છે તો.
કાવ્યની તૃપ્તિ,
પ્યાસ છે તો.
-હરદ્વાર ગોસ્વામી.
thank you