Blogger Widgets

Saturday, January 5, 2013

શુ હતો શુ થઈ ગયો છુ

ક્યાં હતો કાલે આજે ક્યાં પહોચી ગયો છુ,
ગોપીઓ વચ્ચે રાસ રમતો કાનુડો, આજે પ્રેમ માટે તરસી રહ્યો છુ,
ક્યારેય પરવા કરી ન હતી જે દુખદર્દની ભૂતકાળે,
આ વાસ્તવિક દુનિયામા તે સૌને જીરવી રહ્યો છુ,
ખબર છે મને આ જીવન ગાડીના પૈંડા ખોવાઈ ગયા છે,
બસ હવે તો જીવ બાકી છે એટલે જીવી રહ્યો છુ,
ક્યારે કહતા અમારા સીતારાઓ પણ બુલંદી પર,
પણ હવે તો વાદળાઓ વચ્ચે તેમને શોધી રહ્યો છુ,
જે રહેતો હતો ટ્રેનના એન્જીનની જેમ સૌથી આગળ,
આજે એક નાનકડાગામના સ્ટેશનની જેમ પાછળ છૂટી રહ્યો છુ,
ઘણો જ પ્રયત્ન કરવા છતા ખૂંપતો ગયો આકળણમાં,
બદનામ હવે તો પ્રયત્ન કરતા પણ ડરી રહ્યો છુ.”
- જ઼ૈમિન 

No comments:

Post a Comment

thank you