Blogger Widgets

Sunday, March 3, 2013

તું નથી એનો આ અંજામ સનમ

તું  નથી એનો આ અંજામ સનમ 
ગામ પણ લાગતું પરગામ સનમ 
નામ નામોશીનો  પર્યાય હવે 
એટલા થઇ ગયા બદનામ સનમ 
હા,અમે તો ચલુડું માટીનું 
તેજકિરણ જડિત જામ સનમ 
હાથમાં આ રહ્યા બાવન અક્ષર
એકપણ આવે નહિ કામ સનમ 
પ્રાસ પીડા જીગર જુદી જખમ 
છે ગઝલનો જ સરંજામ સનમ 
હાંફળી  હાંફળી  ગગરતી 
ક્યાં છે ઠરાવના હવે થમ સનમ 
તું તો સાઘંત અમદાવાદ નગર
ને અમે વાયા વિરમગામ સનમ 
----અદમ  ટંકારવી ------- 

No comments:

Post a Comment

thank you