Blogger Widgets

Thursday, January 3, 2013

કેમ પડતું નથી


કેમ   પડતું  નથી  બદન  હેઠું,
ક્યાંસુધીજીવવાનુંદુ:ખવેઠું.
દેહ માંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય   બીજું  કોઈ  જઈ   પેઠું.
અગ્નિ જ્વાળાશમી ગઈ અંતે,
કોણ    રાખથી  થતું  બેઠું.
કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું   ઠીકરું   અને   એઠું.
આદિલમન્સૂરી

No comments:

Post a Comment

thank you