Blogger Widgets

Thursday, January 3, 2013

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશેને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશેને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
આદિલને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
- આદિલમન્સૂરી

No comments:

Post a Comment

thank you