Blogger Widgets

Thursday, January 3, 2013

કેટલી સરસ મુલાકાત હતી.


કેટલી સરસ મુલાકાત હતી
જાણે કયામતની રાત હતી
અમારી આંખોને એમનો ઇંતજાર
ને એમનો પાછળથી કરેલો સાદ
આટલી તો સરસ શરુઆત હતી
ચાંદતારા અને પ્રાર્થનાનો સૂર
એમનો સંગાથને ઝાંઝરનો ઝંકાર
જાણે આખી કાયના તસાથ હતી
અમે તો બસ કહ્યાજ કર્યુ
એમણે તો બસ સાંભળ્યા જ!!
જાણે વર્ષોની કોઇ વાત હતી
ના કોઇકોલના કોઇવાયદા
ના એમણે પુછયુના અમે
આટલી તો સરસ રજુઆત હતી
નામ વગરનો રીશ્તો બાંધ્યો,
અને એને પુરી કરવાની પ્રતિજ્ઞા
આતો કેવી અમારી શાલીનતા હતી?
કોને જોઇએ છે જીદંગીભર નો સાથ
 
તો જીવી ગયો એકપળમા
એમના સ્પર્શનીતો કરામત હતી
હા’ કે ‘ના’ નો સવાલ જ કયા છે
જવાબતો અમે જાણતા જ હતા
બસ,આમારી છેલ્લી મુલાકાત હતી

No comments:

Post a Comment

thank you