Blogger Widgets

Sunday, January 27, 2013

હજુયે યાદ છે


એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
નેપછી ભરતો રહયોતો હોટેલોનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારાચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાં પડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતોતો હું કે પૈંડા બેજ છે સંસાર રથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
-રઈશ મનીયાર

No comments:

Post a Comment

thank you