Blogger Widgets

Thursday, January 3, 2013

મળેના મળે


નદીની રેતમાં રમતું નગર મળેના મળે,
ફરી આદૅશ્ય સ્મ્રૂતિપટ ઉપર મળેના મળે વતનની માટીની પણ એક સુંગધ હોય છે અને વતન છોડ્યા પછી ભલે રાજ-પાટ મળે પણ એ માટીની સુગંધ ક્યાં મળે છેતો એ સુગંધનો દરિયો શ્વાસમાં ભરીને લઈ જઈએ તોજુઓ આ બીજો શેર

ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળેના મળે
હવે પછીના બે શેર સરળપણ અર્થ પૂર્ણ છે..
પરિચિતોને ધરાઈને જોઇ લેવાદો,
આહસતા ચહેરાઆ મીઠી નજર મળેના મળે
ભરીલો આંખમાં રસ્તાઓબારીઓભીંતો,
પછી આ શહેરઆગલીઓઆ ઘર મળેના મળે
મને સૌથી વધુગમતો શેર.જાને ગઝલ શેર!! કોઇના મ્રૂત્યુ પછીનું રડવાનું અત્યારે જ પતાવો..એ સ્વજનના કે તમારા મ્રૂત્યુ પ્રસંગે પછી રડવાની તકના પણ મળે
રડીલો આજ સંબંધોને વીંટળાઈ અહીં
પછી કોઈને કોઇની કબર મળેના મળે
વતન છોડીને સફરે નીકળો,તો પછી સારો સથવારોના પણ મળે..તો
વળાવા આવ્યાછે એ ચહેરા ફરશે આંખમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળેના મળે
અને મક્તાનો શેર..
વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ
અરે આધૂળ પછી ઉમ્રભર મળેના મળે

No comments:

Post a Comment

thank you