Blogger Widgets

Friday, January 4, 2013

આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી


આંખ સમજે છે બધું પણ એ કશું કેતી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.
કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.
આંસુઓથી જે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.
આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈએ લેતી નથીને કાંઈ પણ દેતી નથી.
હાગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેયતે કાગળ ઉપર રેતી નથી.
જાતુષજોશી

No comments:

Post a Comment

thank you