Blogger Widgets

Sunday, January 27, 2013

કૈં નથી



બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટકને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો
એકાંત છે ક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો
-નયનદેસાઈ

No comments:

Post a Comment

thank you