Blogger Widgets

Sunday, December 9, 2012

વસ્ત્રો


મુક્કદર ના નવગ્રુહ ની લપેટ માં લપેટાય છે વસ્ત્રો

કોઇ શીતળ છાંય માં તો કોઈ ધોમધખતા તાપે શેકાય છે વસ્ત્રો
શોક કે આંનંદ તો એમને પણ સ્પર્શે છે
કોઈ શ્વેત તો કોઈ રંગબેરંગી રંગોથી રંગાય છે વસ્ત્રો
અમીરી કે ગરીબી માનવો સુધી સિમીત નથી
જરકશી જામા કે થીગડા માં પલટાય છે વસ્ત્રો
દાદા ની ભાતીગળ પાઘડી અને દાદી નો જરી થી ભરેલો ગાગરો
નર માટે નારી અને નારી માટે નર બની જાય છે વસ્ત્રો
તદ્દ્દન ખરુ છે કે માનવી એક્લો આવ્યો છે…!
કફન બની ને છેવટે સાથે જાય છે વસ્ત્રો…!!!
દુર્યોધનો આજે યે દ્રોપદી ના ચિરહરણ કરે છે જ્યારેઅંકુર
અંતે થીગડા બની ને યે વસ્ત્રો ના શીયળ ઢાંકે છે વસ્ત્રો…!!!
- હસમુખ ધરોડઅંકુર

No comments:

Post a Comment

thank you