Blogger Widgets

Saturday, December 22, 2012

તારી યાદ


તું નથી પણ રસ્તા,
ગલીઓમાં તારી યાદ છે,
ટહૂંકે મોરલીયો બાગમાં
પણ મને સંભળાય તારો સાદ છે,
વિરહની વેદના તારી સહું છું એકલો પણ
ક્યાંક ને ક્યાંક એમાં તું ભાગીદાર છે,
કરે છે નોકરી ‘ઉદાસ’ ઘોંઘાટ વચ્ચે પણ
કોંઇક ખૂણે તારો ગણગણાટ છે,
આવે છે અવનવા મલક નોકરીમાં પણ
દરેક મલકે ઉભેલી તું એવો તારો ભાસ છે,
લીલાં-પીળામરુત રંગબેરંગી સાડીમાં
પણ શું મેઘધનુષમાં તારો વાસ છે?
-ભરત કાપડીયા

No comments:

Post a Comment

thank you