Blogger Widgets

Saturday, December 22, 2012

રાખો !


પૂરી શાક તો જોઈએ ને?
પૂરી શાક તો જોઈએ ને ? રસોયાને રાજી રાખો !
દાળ ભાત તો જોઈએ ને ? રસોયાને રાજી રાખો !
અન્ન પાન તો જોઈએ ને ?  રસોયાને રાજી રાખો !
દૂધ દહીં તો જોઈએ ને ? ગાયોને રક્ષો પૂજો !
ખેતી-વાડી તો જોઈએ નેખેડુતને રાજી રાખો !
કંદ-મૂળ તો જોઈએ ને ? ખેડુતને રાજી રાખો !
બાગ-બગીચા જોઈએ ને ? મજુર માળી રાજી રાખો !
ખેતરને પાણી જોઈએ ને ? નદીઓને રક્ષો પૂજો !
પહાડોથી નદીઓ આવે ને ? પહાડોને રક્ષો પૂજો !
પહાડો દેશની અંદર છે ને ? તો ભારતને રક્ષો !
વેદિક ધરમ વારસે છે નેતો વેદો સમજો !
વેદો નો સાર ગીતા છેતો ગીતા સમજો !
શાસ્ત્ર સમજવા છે ? ગુરુ સાધુ રાજી રાખો !
ગુરુ રક્ષો આશ્રમ રક્ષોગુરુ સાધુ રાજી રાખો !
ગીતા સમજે તે ધર્મ જાણેધર્મ જાણીને ધર્મ પાળો !
ધર્મને રાખો હૈયામાં , ત્યાંથી આવે તે આચરણમાં
સંસ્કૃતિ તો જાળવવી છેતો તે રક્ષો !
સંસ્કૃતિનાં મૂળ સ્થાનોનું રક્ષણ કરો !
સંસ્કૃતિ છે શાસ્ત્રમાંશાસ્ત્રો રક્ષો !
સંસ્કૃતિ છે ઇતિહાસમાંઈતિહાસ રક્ષો !
સંસ્કૃતિ છે તીર્થોમાંતીર્થો રક્ષો !
સંસ્કૃતિ છે તહેવારોમાંતહેવારો ઉજવો !
સંસ્કૃતિ છે સમાજમાંસંગઠન રાખો !
સમાજ આપણા દેશમાંદેશને રક્ષો !
સુરેશ વ્યાસ

No comments:

Post a Comment

thank you