Blogger Widgets

Friday, December 21, 2012

મારા હોવાપણા નો અહેસાસ


અચાનક સાવ
કોઈક આવી ગયું
છે હવે હૃદયમાં
કૈક નવીન  છે
 સ્પંદનો ઉઠતા
શું થયું છે કઈ 
ખબર  નથી પડતી
હું વહી રહ્યો છું
કોઈ અજાણ્યા વહેણમાં
ને આજકાલ લાગે છે બધું
બદલાયેલું સાવ
નજીવી ચીજ માં પણ છે
કૈંક અગમ્ય ઉત્સાહ
ખુશ છું ને છલકે છે
ખુશી અંદરથી મારા
મમ્મી,પાપા,ભાઈ, બહેન
સિવાય છે કોઈ
મારી ચિંતા કરવા વાળું
ને તેને બધી 
ખબર છે મારી
પછી ભલે ને હોય 
માઇલો દૂર મારે
માટે તો હરપળ છે પાસે
અનુભવું છું તેને
હું હરેક શ્વાસે
કેવો  સંબંધ
અદભુત ને અદ્વિતીય
રોજ રાતે telephone
લાઈન બનતી એક વહેણ
લાગણીનું ને તણાતો હું
એક્દુમ સાવ મુક્ત થઇ ને
ચુપચાપ રહી ને પણ
ઘણી વાતો થાય છે
બધા સંબધો તો godgift
છે પણ  છે તેમાંથી
એક બહુ  ખાસ
તારા થાકી જીવું છું હું હવે
તું  છે હવે
મારા હોવાપણા નો અહેસાસ
-શ્રેયસ ત્રિવેદી

No comments:

Post a Comment

thank you