Blogger Widgets

Wednesday, December 19, 2012

આ અમદાવાદ ના ટ્રાફિકમા


 અમદાવાદના ટ્રાફિકમા આવા જવાનું રહે છે,
ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથી કટ મારવાનું રહે છે;
પેલો ઘુસ મારે એની પેલા ઘુસી જવાનું રહે છે,
કોક ના ડોડા, તો કોક ની ગાળો ખાવાનું રહે છે;
ઓલ્યા ટ્રાફિક પોલિસની બાજ નજરથી બચવાનું રહે છે,
અને પકડાઈ ગયા તો ૫૦ નહિ ૨૫ એવો તોડ કરવાનું રહે છે;
BMW ના રોલા જોઇને સાલુ પસ્તાવાનું રહે છે,
મજૂરી કરતા સાઈકલ સવાર પર દયા ખાવાનું રહે છે;
 ધુમાડા કાઢતા રમકડાઓથી નારાજ થવાનુ રહે છે,
જેનું કારણ મોટે ભાગે તારાથી દુર થવાનું રહે છે;
રુચિકર તારી વાતોમાં ખોવાઈ જવાનું રહે છે,
પ્રાણપ્રિયે તારી આંખોમાંથી અમૃત પીવાનું રહે છે;
કાળી અંધારી રાતમા મૃગજળના મોતી શોધવાનું રહે છે,
 ભાર્ગવને કાળાં માથાઓની ભીડમાં, બસ માણસ શોધવાનું રહે છે;
 અમદાવાદ ના ટ્રાફિકમા
- ભાર્ગવ દવે

No comments:

Post a Comment

thank you