Blogger Widgets

Tuesday, December 18, 2012

આવવું પડશે


ખારો છું છતાં મુજને મળવા આવવું પડશે,
મીઠા તુજ જળને ભળવા આવવું પડશે.
પીડા  વધીને થાય હજુ બમણી એવું,
ઔષધ  જખમ પર લગાવવું પડશે.
અળવીતરું મન હઠ લઇ બેઠું છે આપનું,
સપનામાં બે ઘડી તમારે આજ આવવું પડશે.
વધારવી હોય શાખ જો  મયકદાની,
જાતને જામ સાથે આજ બહેકાવવી પડશે.
શાશ્વત શાંતિ કેવળ મઝાર  આપી શકે,
રઝળીને થાકેલા જીવને  સમજાવવું પડશે.
કેમ  હોય ચહેરા પર રોનક અનેરી, દોસ્ત?
આવી ચડે મૃત્યુ તો હસતા મોંએ વધાવવું પડશે.
-ભરત ભટ્ટી

No comments:

Post a Comment

thank you