Blogger Widgets

Tuesday, December 18, 2012

આ ક્યાં ધંધે વળગ્યો?


સીધો સરળ રસાયણ ઇજનેર
 ક્યાં ધંધે વળગ્યો?
શબ્દોની સાંકળ રચવામાં,સમયનાં મુલ્યને વિસર્યો
 ક્યાં ધંધે વળગ્યો?
તુક્કબંધીનાં તાર બેસાડવામાં,ધ્યાન-ધર્મ ને ભુલ્યો
 ક્યાં ધંધે વળગ્યો?
નિશ્બ્દની સીડીથી ઉતરી,શબ્દાગ્નિમાં સળગ્યો
 ક્યાં ધંધે વળગ્યો?
અજોડની ઉપેક્ષા કરી,જોડકણા જોડવામાં લપટાયો
 ક્યાં ધંધે વળગ્યો?
મનના તરંગો ક્ષણભંગુર વાલા,થોડો હોંશમા રે લાલા
 ક્યાં ધંધે વળગ્યો?
કલ્પનાનો વેગ વધારતો, પાછો પોતાને કવિ કહેરાવતો
ધમા,  ક્યાં ધંધે વળગ્યો?

No comments:

Post a Comment

thank you