Blogger Widgets

Saturday, December 22, 2012

તમારી આંખમાં


તમારી આંખમાં ખોવાઇ ગયો,
જાણે હું સ્વર્ગથી જોડાઇ ગયો.
ખોવાયો જ્યારથી તમારી આંખોમાં,
જિંદગીમાં આનંદનો દોર ફેલાઇ ગયો.
તમારી આંખથી  કરી,તમારા દિલની સફર.
એમાં, અમારી ધડકનનો ધબકાર, સંભળાઇ ગયો.
ધબકતોતો હું માત્ર એકલો ‘‘અટૂલો’’
 દિલમાં, એટલે રાગ આનંદનો છેડાઇ ગયો. તમારી…..
શોધતી રહી દુનિયા મને બહાર,
ને હું તમારી આંખમાં સંતાઇ ગયો.
નથી આવવું,  દુનિયાની,સામે મારે.
એવો સાદ દિલથી બોલાઇ ગયો,
રહેવા માગું,
તમારી આંખમાં ઝિંદગીભર,
એવો અરમાન હૃદયથી જોડાઇ ગયો.
શું થશે  અરમાન પુરા?
 વિચારી ‘‘અટૂલો’’
શૂન્યમાં ખોવાઇ ગયો.
-સોલંકી રાકેશ બી.

No comments:

Post a Comment

thank you