Blogger Widgets

Saturday, December 22, 2012

સંબંધનો વંટોળ


હું ઉડતો હતો,
ને એવામાં એક સાથી મળ્યું,
સંગાથ મળ્યો,
શ્વાસ મળ્યો,
ને એથી મને સંચાર મળ્યો.
પછી મેં વિશ્વાસ કર્યો,
સંવાદ કર્યો,
થોડા લાગણીવેડા પણ,
થોડું હસ્યો, ખિલ્યો,
ને ખુશ પણ રહ્યો,
કશુંક પામ્યો, કશું ગુમાવ્યું,
ને કશુક જોયું પણ!
માણસના સંબંધોમાં ,
ને અચાનક,
મહામહેનતે બાંધેલા માળામાં,
સળવળાટ થયો,
વિનાશક વંટોળ આવ્યું,
માળો વિખરાઇ ગયો.
હું ક્યાંય જઇ પડ્યો
ને એય ક્યાંય જઇ……
કદાચ હવે મળીશું પણ નહી….
ભવોભવનો વિયોગ રહેશે
કેમ કે સંબંધને,
વંટોળ ભરખી ગયું.
-મહેન્દ્ર ડી.પરમાર 

No comments:

Post a Comment

thank you