Blogger Widgets

Tuesday, December 18, 2012

આપણે તો ખુશ


આપણુ સુખ
સિગારેટના એક ઠુંઠામાં
બે કસ લગાવ્યા કે બસ..
આપણે તો ખુશ..
આપણુ સુખ
ચ્હાના એક પ્યાલામાં
બે ઘુંટ લગાવ્યા કે બસ
આપણે તો ખુશ..
 રંગીન મહેફિલમાં
બે વાતો કહી સાંભળી કે બસ..
આપણે તો ખુશ..
તમારી ગેરહાજરીમા
તમારા ગુણ ગાયા કે બસ..
આપણે તો ખુશ..
જ્યા હો ત્યા પરંતુ..
તમે હો ખુશ તો..
આપણે તો ખુશ..
- પરેશગિરિ

No comments:

Post a Comment

thank you