Blogger Widgets

Wednesday, December 19, 2012

રંગમંચ


સંસારના રંગમંચ,
પર ભજવાતું,
,
જીવન નાટક,
વાસ્તવિક પાત્રોથી ભરપુર રંગમંચ!
પડદાઓ પડી રહ્યા છે,
હર્ષ-શોકના, સ્નેહના,
વેર-ઝેરના,
તારું-મારું શાંતિ-અશાંતિના,
સંસારના રંગમંચ પર,
માનવીના અનેક પાત્રો ભજવાઇ રહ્યાં છે,
હસી રહ્યાં છે, રડી રહ્યાં છે.
સૌ પાત્રો, અનેક ખેલ
ખેલી રહ્યાં છે.
જિંદગીનાં  અવનવા ખેલનું!
શું છે ?
માનવીના, અભિનયનો રંગમંચ છે.
રંગમંચ પર પડદા પડતા,
રહે છે, બે વચ્ચે!
જીવન
અને મૃત્યુ વચ્ચે!
-ભારતી સોની. 

No comments:

Post a Comment

thank you