Blogger Widgets

Tuesday, December 18, 2012

નયનકક્ષમાં


વિચારો  શોધો  બોલો કશું
સતત મૌન રાખો શયનકક્ષમાં
હૃદયના અધૂરા બધા ભાવની,
થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં.
ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો,
થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો;
મળાશે સહજ ભીતરી ભેજને,
સજળ કોઈના બે નયનકક્ષમાં !
 ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો,
રહી તો રહી એક પરતંત્રતા;
 પામી શકું છું  ત્યાગી શકું,
ઊભો છું નિરંતર ચયનકક્ષમાં.
દિશાઓ બની છે દીવાલો અહીં,
નથી પાંખમાં આસમાનો હવે;
દિશાશૂન્ય આંખો  પટકાય છે,
તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.
 સ્નેહલ જોષી

No comments:

Post a Comment

thank you