Blogger Widgets

Saturday, December 22, 2012

એ અહીં છે અને સવાલ નથી


 અહીં છે અને સવાલ નથી
ને છતાં હોય તો ખયાલ નથી
મેં મને ને તને  સમજાવ્યો
તું કહે   તારી ચાલ નથી ?
હું નથી  તો સાવ સાચું છે
તું નથી એમાં કોઈ માલ નથી
આમ ઢાંકે અને ઉઘાડે છે
રેશમી શ્ર્વાસ છે રૂમાલ નથી
કોણ ચોરી ગયું તપાસ કરો
એક ઘરમાં કોઈ દીવાલ નથી
- મનહર મોદી

No comments:

Post a Comment

thank you