Blogger Widgets

Saturday, December 22, 2012

એક એવું ઘર મળે


એક એવું ઘર મળે  વિશ્ર્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.
એક એવું આંગણું કે જયાં મને;
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!
એક બસ એક  મળે એવું નગર;
ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
કેમ છો ?’ એવું  ના ક્હેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે!
 એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું!
એક ટહુકામાં   રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે!
તો  તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મ્રુત્યું મળે
માધવ રામાનુજ

No comments:

Post a Comment

thank you