Blogger Widgets

Wednesday, December 19, 2012

ગીત


છપ્પનમા વરસે તો કારમો દુકાળ પડે,
……………… છતાં છપ્પનમું લીલુંછમ્મ જાય છે !
થોડાં પાંદડાં ખરેલાં એક માણસમાં,
………………
 આજે પણ કોયલ બેસીને ગીત ગાય છે !
કોયલનાં ગીતોથી પડઘાતું આભ,
.……………..
 અને આભ નીચે ચાલવાનું મારું !રસ્તાઓ એટલું  જાણે છે:
.……………..
 લંબાણ તો પથ ને પથિકનું સહિયારું
ચાલવાની વાત સાત ડગલાંની હોય તોય,
………………
 આખો જન્મારો એમાં જાય છે !મંઝિલ વિનાના આમ દોડવાના રસ્તાઓ,
………………
 લઈને પણ જીવી શકાય છે !
સઘળુંયે તોડફોડ કરતાં-કરાવતાં,
………………
 સોયમહીં દોરો પરોવી શકાય છે !કાચા સૂતરના એક તાંતણેથી પાનબાઈ !
………………
 વીજ માફક ચમકી શકાય છે !
 પ્રફુલ્લ પંડ્યા

No comments:

Post a Comment

thank you