Blogger Widgets

Saturday, December 22, 2012

જીગર જાન-દોસ્ત


આંસુ હોય મારી આંખમાં તો  રડી પડે છે
મારી એક ખુશી માટે  બધાં સાથે લડી પડે છે
મંઝિલનાં એક-એક મુકામે જ્યારે પણ એની જરૂર પડે છે
સાથ આપવા મારો  હંમેશા તૈયાર રહે છે
ઘણી વાતો  મન બધાંથી છુપાવે છે.
 એક છે જે મારી આંખોથી બઘું વાંચી લે છે.
મારી પસંદ-નાપસંદ બઘું  જાણે છે
અવનવા ઉપાયોથી  હંમેશા મને ખુશ રાખે છે.
હું હોઉં ખુશમિજાજમાં તો  પણ મહેંકી ઉઠે છે
મારી એક હસીમાં પોતાનાં સેંકડો ગમ છુપાવી દે છે.
કેવી છે  ગાંઠ પ્રીતની જે હંમેશા અમને બાંધી રાખે છે.
હા એજ દોસ્તની દોસ્તી જે બધાંથી ખારી લાગે છે.
-જયોતિ .ગાંધી

No comments:

Post a Comment

thank you