Blogger Widgets

Thursday, December 13, 2012

ભોગીકાકાનું ક્રિકેટ

વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ
ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ
આજે પહેલી મારું ફોર
કહીને કાકા કાઢે જોર
બેટ ફેરવે ચારે કોર
ભારે ચાલી શોરબકોર
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ
ફાસ્ટ બોલથી લાગે કંપ
શ્વાસ તો જાણે ચાલે પંપ
બોલ પડ્યો કે માર્યો જંપ
કાકાએ તો તોડ્યો સ્ટંપ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ
હેમુને વાગી હડફેટ
બિલ્લુને જઈ વાગ્યું બેટ
ભોગીકાકા શોધે હેટ
પપ્પુ હસતો પકડી પેટ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ
ક્રિકેટ લાગે કડવું ઝેર
એમાં ક્યાં છે લીલા લ્હેર
ક્રિકેટ કરશે કાળો કેર
કહીને કાકા ચાલ્યા ઘેર
 નિર્મિશ ઠાકર

No comments:

Post a Comment

thank you