Blogger Widgets

Thursday, December 13, 2012

એક વાર કાન ને તાવ આવ્યો



એક વાર કાન ને તાવ આવ્યો
માતા જશોદાને ચિંતા માં લાવ્યો
જશોદા ગયા વૈદ ને ઘેર
કાન પર કોણ  વાલે વેર
વૈદે આવી ને ઉપચાર કર્યો
માતા જશોદાને કાને ધર્યો
કાન ના પ્રેમી ના ચરણ ની ચપટી ધૂળ
કાન નો તાવ કરે પલ માં દુર
નાનપ અનુભવે સૌ દેવા માં ધૂળ
પછી તો તાવ કેમ થાય દુર
માતા દોડી ગયા રાધા પાસે
આહીથી મળશે એવી આશે
વાત સંભાળતા  રાધા  આપી રજ
માતા જશોદાને મન માં થયું અચરજ
પ્રભુ ને તું પગની ધૂળ આપીશ
પછી તો તું નર્ક ને પામીશ
રાધાએ કહ્યું પ્રેમ આમારો સાચો
એકબીજા માટે ત્યાગ આપનારો
હજારો નર્ક માં ભલે હું પડું
મારા પ્રિયતમ ને સાજો હું કરું
લઇ ગયા જશોદા ચપટી ધૂળ
કાન નો તાવ થયો પલ માં દુર
સાચો પ્રેમ   કહેવાય હોશ
જેમાં બલિદાન ની ભાવના સમાઈ
-શ્રેયસ ત્રિવેદી 

No comments:

Post a Comment

thank you