Blogger Widgets

Sunday, December 9, 2012

વિસ્મય ભરેલી આંખ નુ દર્શન


ભુખ્યા ને ભગાડતા ને ફાંદાંળા ને ફાસરા

ફુલડા ને તોડતા ને પથ્થર ને ચડાવતા
ઝુંપડા ને ઉજાડતા ને મંદિર ને ઉઠાવતા
ખિજડા ને કાપતા ને ભુત ને ભગાડતા
અજગર ને પાળતા ને ગાય ને આરોગતા
જીવતા ને આલોચતા ને મરતા ને વખાણતા
આકાશ મા ઉડતા ને ધરતી પર થુંકતા
નેતા પાસે નમતા ને ફકીર ને ફટકારતા
ભણેલા ભાગ પાડતા ને અભણ આંનદ કરતા
રાત્રે ઉજાગરા ને દિવસે નસકોરા
દર્શન ટીવીચરણ ને મંદિર માં ધક્કામરણ
શ્ર્ધ્ધા દામ ની ને ચર્ચા રામ ની
ગીતાનું પુજન ને છાપા નુ સુમિરન
વાતો મા પુછે કંઇ નાત ને જાણે પોતાની જાત
સિફારિશપત્રિકા થી નોકરી ને જનમપત્રિકા થી છોકરી
ધર્મગુરુ વોટ માગતા ને નેતા ઉપદેશ કરતા
- ધર્મેશ હિરપરા

No comments:

Post a Comment

thank you