Blogger Widgets

Friday, December 14, 2012

સુખના ધણ


આંખોમાં આંસુ ખૂટ્યા છે,
કોણે  ફૂલો ચૂંટ્યા છે ?
થાય  સંપર્ક કોઈ રીતે,
સંબંધોના પુલ તૂટ્યા છે.
હાથોમાં કંઈ હાથ હતા પણ,
એક એક કરતાં સૌ છૂટ્યા છે.
આવો મિત્રો સાથે રડીએ,
ભાગ અમારા પણ ફૂટ્યા છે.
નામ કશું  કમાયા બાકી,
ઝેર અમે પણ કંઈ ઘૂંટ્યા છે.
જાણીને શું કરશો નાશાદ
કોણે સુખના ધણ લૂંટ્યા છે.
 ગુલામ અબ્બાસ નાશાદ

No comments:

Post a Comment

thank you