Blogger Widgets

Thursday, December 13, 2012

પ્રેમ મા પડશો નહી


બધે  પડજો પણ પ્રેમ મા પડશો નહી,
ને જો પડો તો પછી રોડણાં રડશો નહી.
પ્રેમ જેવુ કઈ નથી, છે  બધા લાગણીવેડા,
ઇશ્કની ગજ્ઞલનાં રવાડે ચડશો નહી.
પ્રેમિકા સુખેથી ખાતી હશે ગાજર નો હલ્વો,
ને તમે વીરહ્મા ભુખે મરતા હશો.
કામ કઢાવવાના નુશ્ખાં ગણા હોય છે,
દરેક મિઠા સ્મિત ને પ્રેમ ગણશો નહી,
ભણશો ને ગણશો તો  શુખ પામશો,
નહિ તર પછી મફત મા પણ ખપશો નહી
****************************************
સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !
****************************************
પ્રેમ મા એક ગોટો નિકળ્યો,
ધાર્યા કરતા બહુ મોટો નિકળ્યો,
આખી દુનિયા સાથે એક્લે હાથે લડી લેત,
પણ નસીબ એવા કે પોતાનો  રુપિયો ખોટો નિકળ્યો.
****************************************
યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયા મા,
પ્રેમ ના એક ટિપા માટે નિકળ્યા વરસાદ મા,
ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,
છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા.
****************************************
દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો,
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો,
 તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
બાકી દરેક ના નો અર્થ ના નથી હોતો.

No comments:

Post a Comment

thank you