Blogger Widgets

Thursday, December 13, 2012

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે



હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.
એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.
રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.
લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.
કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે
 ધ્રુવ ભટ્ટ

No comments:

Post a Comment

thank you