Blogger Widgets

Friday, December 14, 2012

હવાના હોઠ પર


બંધ બારી બારણે બેઠા હતા,
કે અનોખા તારણે બેઠા હતા.
ના કદી જેનું નિવારણ થૈ શક્યું,
એક એવા કારણે બેઠા હતા.
જોત જોતામાં થયું મોં સૂઝણું,
સ્વપ્નના સંભારણે બેઠા હતાં,
પથ્થરો ક્યારેક તો ગાતા થશે,
એમ સમજી બારણે બેઠા હતા.
કોક કોમળ કંઠથી ગઝલો સરે,
રંગ ભીના ફાગણે બેઠા હતા.
હૂંફ જેવું વિશ્વમાં વ્યાપી ગયું,
પાસ પાસે આપણે બેઠા હતા,
છે હવાના હોઠ પર ખામોશીઓ,
શબ્દના ઉચ્ચારણે બેઠા હતા.
 ફિલિપ કલાર્ક

No comments:

Post a Comment

thank you