Blogger Widgets

Tuesday, December 11, 2012

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે



શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે  પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે  પ્રેમ છે.
હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે  પ્રેમ છે.
બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે  પ્રેમ છે.
તું નથી ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે  પ્રેમ છે.
બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે  પ્રેમ છે.
શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
 ગઝલ શબ્દો નથી કંઈ,  જે છે  પ્રેમ છે.
રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને  પ્રેમ છે.
-ડો.વિવેક મનહર ટેલર

No comments:

Post a Comment

thank you