Blogger Widgets

Tuesday, December 11, 2012

ભલે ભલો


ભલે બ્રહ્માંડે ખપતો પ્રખર ઝગમગતો સૂરજ
લાગે ભલો સ્વજન  દિપક અજવાળતો ઘરખૂણો
ભલે વિહરે આભે મોટા થવા ગરજતા વાદળો
લાગે ભલા ધરણીને મેઘ વરસતા ઘર આંગણે
ભલે પૂંજાય ઘૂઘવતી સરીતા કરતી લીલાછમ ખેતરો
લાગે ભલું નાનકું ઝરણું જીવન મલકાવતું ડુંગરે
ભલે સૌંદર્યથી મઢે મલકાતા પુષ્પો જગને ઉપવને
લાગે ભલી સૌને પ્રભુ ચરણે રમતી શ્રધ્ધા પાંદડી
ભલે ગજવો ભજન સંગીત ગાજીગાજી ચારે દીશ
સાંભળે ભલો મૌનની ભાષા કાન દઈ મારો ઈશ
ભલે ખનખન ધ્વની લાગે વ્હાલા હેમરત્નના
મીઠો ભલો રણકાર માણું ટપટપ રોટલે માવડીના
ભલે જમાનો ઘૂમતો ધરીને વેશ રોજ જુદાજુદા
દિઠો ભલો વિસામો તો એક હરિવડના આશરે
- રમેશ પટેલ

No comments:

Post a Comment

thank you