Blogger Widgets

Friday, December 14, 2012

રાખે છે મને


પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે છે મને
રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને
શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !
પળમાં પર્વત ઓળંગાવી દે છે 
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !
રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને
એટલે ઘોર્યા કરું છું રાતદિ
નિત્ય હિલ્લોળીને રાખે છે મને
 હરકિસન જોષી

No comments:

Post a Comment

thank you