Blogger Widgets

Friday, December 14, 2012

રણ-હ્રદય


હ્રદય મારુ સુકુ ભઠ્ઠ રણ
ગરમ ઉશ્વાસ જાણે જીવતા મરણ
તરસ્યા ગળામાં ઝાંઝવાનાં જળ
ઉંડી આંખોમાં સુકી રેતીનું કાજળ
પ્રેમજળ વિના ઉગતા કાંટાળા થોર
ક્રોધતાપથી ઉઠતો ધુમાડો ધનધોર
ગાંડા બાવળમાં ખીલતા ઇર્ષાનાં ફુલો
કલ્પનાની આગ ઓકતો સંદેહનો ચુલો
ઉંદરનાં ભોંણમાં દેખાતા સાપલિસોટા
ધન-પદ પામવા કર્યા કંઇક સાચા-ખોટા
રાતની ટાઢકમાં ફરતા વાસનાનાં વીંછી
મારુ’ ‘મારુ કહી રંગતી ભ્રમણાની પીંછી
ધખધખતી ધરતીમાં લાગણીઓ સુકાણી
આંખોમાં મોહ ની રેતી ભરાણી
પ્રેમમેધની પ્રતિક્ષામાં ડોક લજાણી
શાંતિની તલાશમાં કરી મારા મરણની ઉજાણી
- ધર્મેશ હિરપરા

No comments:

Post a Comment

thank you