Blogger Widgets

Tuesday, December 11, 2012

આભલું નીરાળું


નથી ઘૂંઘટ કે લાગે શર્માળું કે
તોય મારું આભલું કેટલું રુપાળું
નથી ફૂલડું કે રેશમ રુપાળું ને
તોય એતો નમણું ને લાગે નીરાળું
નથી મુગટ કે કુંડલ ખન-ઝાંઝરું
તોય રાધાના કાન જેવું સાંવરું
ઉડે પંખી શાં મસ્ત એને ખોળલે
ધરે મેઘ સપ્તરંગો એને કોટડે
ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
વ્યોમ હાટડે વ્હેંચાયા રે આનંદજી
એતો સૂરજ સજ્યું રે સોહામણું
એનું પાવન દર્શન શું લોભામણું
ઝૂમે તરુવર પંખીગાન સાથજી
પામું દર્શન ને પાય લાગું નાથજી
- રમેશ પટેલ

No comments:

Post a Comment

thank you