Blogger Widgets

Sunday, December 9, 2012

દિલની વાત



સમયની સંગાથે અમે ચાલતા હતા,
જીવનની હર રંગતને માણતા હતા.
દૂર બેઠા બેઠા યાદ કરતા તમને,
વિચારોમાં સ્પંદનો તમારા પામતા હતા.
કેટલી લાગણી તમારી અમારા તરફ,
વાત-વાતમાં તમારી
પાસેથી માપતા હતા.
તમારી દરેક પ્રેમની પુરવાઈને અને,
દિલની વાતને કાવ્યમાં છાપતા હતા.
મળશો તમે અમારું નશીબ થઇને,
કિરણ તે વાત ક્યાં જાણતા હતા.
- કિરણ દરજી

No comments:

Post a Comment

thank you